હું જ મને લખવાને બ્હાને
વેરાયો છું પાને - પાને
ટેવ તને ધાર્યું કરવાની
મારૂં સૂચન માગ્યું શાને?
સ્મિત તમારૂં ચોરસ ચોરસ
પૂરાયો છું ખાને - ખાને.
જોઇ તમારૂં હસવું લાગ્યું
વન ઊગ્યું જાણે વેરાને !
વાત ખરેખર સાચી છે હોં
નાખી જો ભીંતોનાં કાને.
જેવો છું એવો છું હું તો
અફવા -બફવા એન્ની માને.....
- અનિલ વાળા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, March 17, 2016
ગઝલ - અનિલ વાળા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment