કોઈ આટલો તે પ્રેમ કરતુ હશે!
ખોબલે ખોબલે વ્હાલ વરસાવતુ હશે.
કોઈ આટલો...
પ્રેમની પ્યાલી ભરીને ધરે હરેક પળે,
સ્નેહનો સાગર આમ છલકાવતુ હશે.
કોઈ આટલો...
જિંદગીની સફરમાં હરેક ડગલે,
હાથમાં હાથ લઈ સથવારો નિભાવતુ હશે.
કોઈ આટલો...
જીવન ડગર ડગમગ થાય જે સમયે,
આંખોમાં સમાઈને રસ્તો બનાવતુ હશે.
કોઈ આટલો...
મૃત્યુ શૈયા તરફ જતી નાવલડીને,
શ્વાસ પુરાવી કોઈ જિંદગી જીવાડતુ હશે.
કોઈ આટલો તે પ્રેમ કરતુ હશે!
ખોબલે ખોબલે વ્હાલ વરસાવતુ હશે.
-જ્ન્નત પિનલ સતાપરા
20માર્ચ 2016 8:05Pm
No comments:
Post a Comment