ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, March 20, 2016

કંઈ એ રીતે અમે ય બધાને નડ્યાં હતા

કંઈ એ રીતે અમે ય બધાને નડ્યાં હતા;
પી ને શરાબ આજ તો જ્યાં ત્યાં પડ્યાં હતા.

સોગન ન ખાવ સાકી તમે આજ કોઈના;
મારી ય સાથ સાથ તમે લડખડ્યાં હતા.

ઝાકળ મેં જોયું બાગ મહીં રાતમાં અને -
જોયું સવારે તારા ત્યાં પગલાં પડ્યા હતા.

ઘડનાર એ પ્રભુને હશે દુઃખની જાણ પણ;
દુઃખમાં જ જીવવાને અમોને ઘડ્યા હતા.

ઈશ્વર બધે જ છે એ હવે સત્ય થઈ ગયું;
જ્યાં જ્યાં નજર કરી મેં ત્યાં મંદિર જડ્યા હતાં.

તારો પ્રણય મળી જ ગયો એટલે હવે;
'પ્રત્યક્ષ' આજકાલ હવામાં ચડ્યા હતા.

'પ્રત્યક્ષ' ચૂપચાપ ગયા'તા જગત મુકી;
એને તો આંખ મીંચી એ ક્યાં તરફડ્યાં હતા.
-રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment