હરતો,ફરતો,રહેતો થઇ મનમોજી
હું કલમધારી ફોજી
નદી,પર્વતને જંગલ મને કરે સાદ,
ગીત મધુરું લખુને જગત કરે યાદ.
હરતો, ફરતો, રહેતો થઇ મનમોજી
હું કલમધારી ફોજી
ફૂલ, ભમરોને પતંગિયું કરે હો વાદ
હું તેની અરજીની કોને કરું ફરિયાદ
હરતો, ફરતો, રહેતો થઇ મનમોજી
હું કલમધારી ફોજી
કાગળ,કલમ હારે કોક'દી કરું સંવાદ
છેલ્લે છેલ્લે હું મન હારે કરું વિવાદ
હરતો, ફરતો, રહેતો થઇ મનમોજી
હું કલમધારી ફોજી
-કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment