સજાવી રાખી છે જોને મૈયત મારી,
બસ રાહ જોવાય છે એક જ તારી.
તેડા તો મોકલવા હતા બધાને,
પણ વેળા આવી છે અણધારી.
ચુકવી આપવો હતા પ્રેમનો હિસાબ,
પણ દુનિયાએ નોંધાવી નાદારી.
જોઈતું મારા માંથી મેળવી લીધું જગે,
આમેય જાત મારી છે અલગારી.
એણે આપ્યું ને મે સ્વીકારી લીધું મોત,
"આભાસ"ને ક્યાં હજી છે સમજદારી.
-આભાસ
No comments:
Post a Comment