પેલો પહોર રેનનો ને દીવડા ઝળહળ ઝળકે..
પિયુ ફાંકડો મલકાય ને નવોઢા મનમન મરકે...
બીજો પહોર રેનનો ને નયનો પટપટ પટકે..
ઉતાવળી થી મનદંડી ને વાલમ ઝરમર છલકે...
ત્રીજો પહોર રેનનો ને દીવડા શાખ ભરે ભડકે..
ધણ જીતી, ધણી હાર્યો ને ચાંપ્યો હૈયે ધકધક ધબકે...
ચોથો પહોર રેનનો ને કુકડા કાગ મોર ટહુકે..
શુરે સંભાળી પાગ ને કાંચળી ચડે ચુડી ખનખન ખનકે...
પાંચમો પહોર દિનનો ને સ્ત્રીની નજરું દરવાજે અટકે..
ડોકમાં લટકે હાર ને મન પિયામાં હરપળ ભટકે..
છઠ્ઠો પહોર દિનનો ને પુરુષ આવી બેઠો પાટલે..
મન કંસાર તન ભાણું ને આંખોમાં ઘી ચકમક ચમકે...
સાતમો પહોર સાંજનો ને ધણી શેરીએથી સરકે..
લાવે ફળો ભરી ટોપ ને નજરું ધણની ડબડબ ડબકે...
આઠમો પહોર સાંજનો ને જગત પોઢે તારા ચમકે..
ઢળાણા ફરી ઢોલીયા ને નવજોડું મલમલ મલકે....
-જે.એન.પટેલ
No comments:
Post a Comment