(૧) ગીત સાંભળી
ડુંડું ડોલ્યું, ઉપર
ચકલી બેઠી.
(૨) ચકલી દિન
તો એક જ દિવસ
સંભારો મને !
(૩) માળા બંધાવો
એના અસ્તિત્વ માટે
ચકલી કાજે.
(૪) ચણ માટેના
ચબુતરાઓ ક્યાં ?
ચકલા પૂછે !
(૫) ઘર તો મારા
દેશી નળીયામાં જ
રૂડા રૂપાળા.
(૬) આંગણું મારૂ
સુનું કરી ગઈ એ
પ્યારી ચકલી.
(૭) ચકલી ગાતી
હરખ કેરા ગીત
સાંભળો કોઈ.
(૮) મગ- ચોખાની
ખીચડી બનાવોને
ચકલી બેન.
(૯) બાળકો હાલો
ચકલી નીરખવા
ઉડી એ જાશે.
(૧૦) કૂતરો બધી
ખાઈ ગ્યો ચકલીની
બધી ખીચડી.
(૧૧) વીસમી માર્ચે
વિશ્વ આખું ઉજવે
ચકલી દિન.
(૧૨) ચકી બહેન
ખોખામાં માળો કરો
રહો સુખેથી.
(૧૩) વાડાને વાડી
ઓસરીને આંગણું
હવે તમારૂં.
(૧૪) ચકલી બેઠી
ડૂંડા ઉપર ગાય
ખુશીના ગીત.
(૧૫) શાણો ચકલો
એ પૂછે ચકલીને
કે ચોખા ક્યાં ?
(૧૬) પંખીસમાજ
આપે શુભકામના
આજના દિને.
(૧૭) ચબુતરાઓ
કોઈક તો મુકજો
ચકલા ભુખ્યા.
(૧૮) ચકીને ચણ
આ સાવજને મણ
કેટલું ગણ.
(૧૯) ચકલા ભોળા
રવેશ, ગોખલામાં
કરતા માળા.
(૨૦) 'વનદીપ'ની
કલમે લખાય કે
ચકલી ગાય.
" વંદે વસુંધરા "
No comments:
Post a Comment