તરહી ગઝલ
ધૂપ પણ છે,છાંવ છે-ચાલ્યા કરે.
ઝાંઝવા છે નાવ છે,ચાલ્યા કરે.
હારવું કે જીતવું, રોવું ભલા,
પ્રેમ કેવો દાવ છે,ચાલ્યા કરે.
મારુ છે ને હું જ છું, લોકો કહે,
કેટલો ભરમાવ છે, ચાલ્યા કરે.
ખિલવું ને ખરવું પછી ચુર-ચુર થાવું
ફૂલ નો બદલાવ છે, ચાલ્યા કરે.
હાથમાં આ હાથ લઇ ચાલો હવે,
કેટલો ઢોળાવ છે, ચાલ્યા કરે.
પ્રેમમાં ને પ્રેમમાં જીવ્યા 'ધમલ',
જો એની પણ રાવ છે,ચાલ્યા કરે.
દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment