ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 9, 2016

યારા, અતિશય પ્રેમ અને

યારા, અતિશય પ્રેમ અને
અનહદ પ્રેમમાં શું ફરક?"
" ખેતરમાં અંદર
ખૂબ પરિશ્રમથી
વાવીએ- લણીએ 'ને
એ સઘળા પાકથી
પેટ ભરીએ, એ અતિશય પ્રેમ.
અને ખેતરને ફરતે
કુદરતી રીતે ઊગેલી વાડમાં ખીલેલું
કોઈ એક જંગલી ફૂલ જોઈને
હૈયું ધરાય, એ અનહદ પ્રેમ."
-ગૌરાંગ અમીન

No comments:

Post a Comment