આ નયનમાં તું ભલે કાયમ રહે,
હાજરી મારા દિલે કાયમ રહે
મન ડૂબ્યું ને છે સમંદર આ હૃદય,
મોતી થઇ તું છિપલે કાયમ રહે.
હું બનીને શબ્દ ગૂંજયો આખરે,
હાર્દ થઇ તું કાગળે કાયમ રહે.
પ્રેમમાં ક્યાં રોજ મળવું છે શરત,
ચાંદ થઈ તું આભલે કાયમ રહે.
હું રહું કે ના રહું છે શું ફરક,
થઇ સમય તું સ્મારકે કાયમ રહે.
હાર્દ
No comments:
Post a Comment