આખું ઝટપટ ગયું.
એપ્રિલ ધીમો ચાલે કે શું ?
કે રોકવા એ મોંઘેરી ઘડીને,
ચાલ સમય કંઈ ચાલે કે શું?
તાકીદ કરી છે અવસરિયાને ,
કિંતુ રસ્તે કયાંક મ્હાલે કે શું ?
આઘો જાતો લાગે મને જૂઠઠો ,
ભરાયો કોઈ વચન ઠાલે કે શું ?
વસંત છે કંઈ કે'વાય નઈ ભઈ !
લોભાયો કેસુડિયા ગાલે કે શું ?
થિરકતાં મદમસ્ત યૌવન જોવા ,
ગુંચવાયો જલસા ના તાલે કે શું?
રાહ જોઈ જોઈને થાકી છે નજર .
રંગાયો ગોરી ના ગાલે કે શું ?
ચાલે છે મંદમંદ ગંભીર ચહેરો લૈ,
ભીંજાયો વ્હાલી ના વ્હાલે કે શું ?
આંખ તારી મળી ગઈ લાગે છે,
કો' દિલદારા બાથમાં ઝાલે કે શું ?
'દાજી '
No comments:
Post a Comment