વિયોગી હ્દય
દિશાઓ ધૂંધળી આજે ભલા તો આમ શાને છે.
અરે!ૠત રાજવી મુજ દિલ મહી શાને બહાને છે.
હવાનો રંગ દેખાયો અલગ, જોને એ માદક છે
અરે અણસાર અેના આગમનનો શું બધાને છે?.
સુણાવી છે કહાની આભને તુજ યાદની આથી,
રડી શબનમ ભલા મુજ સાથ જોને પાન પાને છે.
સજાવી આંગણું આવી છું હું તુજ રાહ જોવાને,
હરખ તુજ આગમનનો આજ તો કૈં આસમાને છે.
બળી છું કેટલું હું એ ખબર જાણે ખુદાને છે,
નહીંતર આ મિલનને મારગે શીતળતા શાને છે.
'ધમલ' સદ્ભાગ્ય છે મારું મને આ પ્રેમ જો મળ્યો,
વિયોગી આ હ્રદય ઇશ્ર્વર તણો આભાર માને છે.
- દેવેન્દ્ર ધમલ
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
No comments:
Post a Comment