શ્રધ્ધાનું હવે શ્રાધ્ધ કરી નાખીએ?
કે દિલ એના નામ કરી નાખી એ?
સારું;નથી લાગતું આ બધુ સારું હવે,
હા,નામ થોડું બદનામ કરી નાખીએ.
ભરચક નથી જીવવું મારે હવે.
આ જાત ગુમનામ કરી નાખીએ
સામે જઇને, આ મરણના તમામ,
ઈરાદાઓ ને નાકામ કરી નાખીએ.
અધ્ધ વચ્ચે ઉતારા નથી ગમતા,
કબર મહીં લ્યો મુકામ કરી નાખીએ.
પ્રેમ કર્યો છે પછી પણ બીક શેની?
પ્રભુ પાસેએ સરેઆમ કરી નાખીએ.
હજી ભીતર ઝબકે છે જ્યોતિ જો ,
દુર અંધારા તમામ કરી નાખીએ.
દુ:ખની આવી ગઈ છે જબરી ફાવટ ,
સુખોને હવે લિલામ કરી નાખીએ.
મરણ બાદ પણ રહે મજા "આભાસ",
હાલ કબર મહીં એવું ધામ કરી નાખીએ.
-આભાસ
No comments:
Post a Comment