મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ખાંપણ સરખો ખેસ કબીરા લોક કહે દરવેશ કબીરા
લીરે લીરા જીવતર ઓઢી છોડી ચાલો દેશ કબીરા
હાથ અને રેખાઓ વચ્ચે કર્મો કાળા મેંશ કબીરા
સાંઇ મારગ સાવ જ સીધો શેની વાગે ઠેસ કબીરા
સીમ ભલેને આળસ મરડે ભીંજાવું ના લેશ કબીરા
- માવજી મહેશ્વરી
No comments:
Post a Comment