વાતો બધાની કરશે હવે શું?
સાથે બધાની મરશે હવે શું?
વ્હેંચી રહ્યા છે ભગતો તમારા,
માયા મહીં એ તરશે હવે શું?
શાને બતાવે ભય નામનો તું?
ન્હોતા ડર્યા જે ડરશે હવે શું?
માંગે નહીં ઇશ્વર તો ધરે શું.?
સ્વાર્થી નકામા ફરશે હવે શું.?
આંખે વહી ગ્યાં અશ્રુ બધાય,
નેવે તમારા ઝરશે હવે શું?
તારોય ભાગ્યોદય છે 'ચિરાગ'
આવી હવાએ ઠરશે હવે શું..??
–'ચિરાગ' ભટ્ટ
No comments:
Post a Comment