ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 2, 2016

મહોરાં

�� મહોરાં ��
---------------------------  
દિવસ - રાત ,
ક્ષણે - ક્ષણે ,
શ્વાસે - શ્વાસે ,
ચહેરાં પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
પરિસ્થિતિ નાં તકાજે ,
ને વાતે વાતે
ચહેરા પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
     દિવસ - રાત....
પત્ની પાસે જતાં
અલગ મહોરું,
મિત્ર પાસે જતાં
અલગ મહોરું ,
ગ્રાહક પાસે જતાં
અલગ મહોરું ,
અરે  ! ભગવાન પાસે
જતાં પણ અલગ મહોરું,
          દિવસ - રાત.....
કોઈ ની સાદડી માં
જતાં અલગ મહોરું ,
ને દિલમાં દુ:ખોનો બોજ
હોવાં છતાં...
કોઈ ની બથૅ ડૅ પાટૅી માં
જતાં ચહેરાં પર
ખૂશી ની છોળો ઉડાડતું
અલગ મહોરું ,
     દિવસ - રાત....
કહે છે રાવણ ને પણ
દસ મહોરાં(માથા) હતાં ,
ને આપણી પાસે
કેટલાં મહોરાં છે ?
ને આ મહોરાં ની
ભરમાળ વચ્ચે
આપણે સહુએ
આપણી ખુદ ની
ઓળખ ખોઇ દીધી છે ,
રાવણ ની ઓળખ
દસે દસ મહોરાં માં
રાવણ તરીકે જ
પ્રગટ થતી હતી ,
પરંતુ આપણે સહુ
રાત્રિના એકાંતમાં પણ ,
ક્ષણાધૅ પૂરતું
કોઇ એકાદ મહોરું
ફગાવી " ખુદ " ને
મળી શકતાં નથી " મુકેશ "....
દિવસ - રાત ,
ક્ષણે - ક્ષણે ,
શ્વાસે - શ્વાસે ,
ચહેરાં પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
પરિસ્થિતિ નાં તકાજે ,
ને વાતે વાતે
ચહેરા પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
     દિવસ - રાત....
    -----   મુકેશ મણિયાર.
              સુરેન્દ્રનગર.
              (99254 56357)

No comments:

Post a Comment