આજે રામ નવમી પર...
રામ નામ પર ધંધો ચાલે...
ધંધો ગોરખ ધંધો....
છેટે બેસી જોયા કરતો અલખ નિરંજની બંદો...
એક અલખ નિરંજની બંદો...
રામ નથી કંઇ વાત મહીં
પણ બધું પ્રીછે મુજ રામ
રામ નામ તો જીવતો ડૂમો
નહિ કાયરનું કામ....
રામ નામને જાણે નહીં ને છતાં રામનો ફંદો...
એક અલખ નિરંજની બંદો....
રામ બોલો રે રામ કહી
શબ્દોનું શબ લઇ ઊપડ્યો,
ખોવાઇ ગયો જો ખલક મહીં
તો મારો રામજી જડ્યો....
તું પોતે જો રામ હોય તો રામ તુજ પડછંદો.....
એક અલખ નિરંજની બંદો.....
-- અનિલ વાળા
No comments:
Post a Comment