તારા હોવાની તું ખબર મોકલ,
કાં'લખીને અહીં ગઝલ મોકલ.
કોઈ તરસે છે કોઈ વલખે છે,
સૌની છીપે એવી તરસ મોકલ
કામ કોઈ દવા નહીં આવે,
તું દુઆની હવે અસર મોકલ.
ધાર પર ચાલવાનું મંજુર છે,
સાથ એ હોય એ સફર મોકલ.
ઝાપટાથી વળે શું કહે ઈશ્વર,
કો' છલોછલ નવું વરસ મોકલ.
અઘરી રમતો છે યાર મોટપની,
નાનપણની ફરી રમત મોકલ.
'મેઘ' લખતો રહે સદા માટે,
વાંચવાનું જો તું વચન મોકલ.
મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment