મીરા એટલે જેને લખવી બહુ સહેલી અને સમજવી બહુ કપરી,
જેના આંસુનો સ્વાદ મીઠો છે,
જેની પાસે મોહન બેઠો છે,
કવિતાની 'માં' એટલે મીરા,
રડતા શિશુના પ્રત્યક્ષ આંસુ ની વાત એટલે મીરા,
મેવાડી સંતો ની આખીય જ્માત એટલે મીરા,
કૃષ્ણ જેની રગે રગમા હોય તે મીરા,
સાહેબ વ્યાખ્યા જ કોની લખું??
શબ્દ એટલે મીરા,
સવાલ એટલે મીરા,
છંદ એટલે મીરા,
કવિતા એટલે મીરા,
ભક્તિ એટલેએ મીરા,
વસંત વગરના મેઘ એટલે મીરા,
હું એટલે મીરા,
આપણે એટલે કૃષ્ણ મીરા,
ચાહત છે છતાં દૂર છીએ,
ચાહીને પણ એક બીજાના ન થઇ શકવું એટલે મીરા,
એક નામ ને સદા માટે સમરતું રહેવું એટલે મીરા,
'ચિરાગ'નું સૂર્ય બની ઉગી નીકળવું એટલે મીરા..!!
– 'ચિરાગ' ભટ્
No comments:
Post a Comment