લઇ લે.
તરોતાજ અેક શ્વાસ લઇ લે
ઇરાદો પણ અેક ખાસ લઇ લે
થઇ જશે તારો પણ બેડોપાર
અેવુ નામ અેક ખાસ લઇ લે
રોજ ભટકવુ, રોજ અથઽાવુ
યાર મુકામ અેક ખાસ લઇ લે
નિરંતર વસવાટ થૈ જાય
એવું હૈયું એક ખાસ લઈ લે
વિશાળતા જોવી છે તારે?
દરિયાનો અેક સાથ લઇ લે
ધનેશ મકવાણા
No comments:
Post a Comment