ગીત: હું પ્રેમ કરુ છું રાધા.
----------------------------------------
હું પ્રેમ કરુ છું રાધા,હું પ્રેમ કરુ છું રાધા, હું પ્રેમ રાધા.
પ્રેમ ભરેલું આ દિલ મારું ભેટ ધરું છું રાધા.
હું પ્રેમ કરું છું રાધા.....
દ્રષ્ટિમાં ઘુમરાયા કરવું,રાતપડે કે જાણે મરવું,
કોણ કહે કે સાચી રીતે,બહુ બળુ હું તારી પ્રીતે,
પ્રેમનગરમાં તારા નામે તોયે ફરું છું રાધા.
હું પ્રેમ કરું છું રાધા......
જાલીમ આ તારી નજર છે,જોને કેવી આ અસર છે,
નજર હટે નહીં તુજથી મારી,તારી અદા તો છે કટારી,
તારી આંખના નજરપ્રહારે રોજ મરું છું રાધા.
હું પ્રેમ કરું છું રાધા........
હોયે જવાની પ્રેમ કરવા ,પ્રેમના નામે જીવવા મરવા,
'ધમલ'ઉભો છે તારા દ્વારે, જીવીશ હું તારા ઇકરારે,
જાણું છું હું તારી હા છે તોયે ડરું છું રાધા.
હું પ્રેમ કરું છું રાધા......
--દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment