યાદોના ટોળા ટળવળ્યા કરે,
રાતભર શમણાં સળવળ્યા કરે.
બૂંદ-બૂંદ ટપકે ઇંતજાર સ્નેહનો,
પ્રત્યેક બૂઁદેં નિશદિન ચાહત ખરે.
વાવ્યો આંખોમાં નશો પ્રેમનો,
હદય એ નામની ધૂનમાં જ ચરે.
અઢળક ભર્યો છે અનુરાગ હૈયે,
નિકટતા સાધતા પળેપળ ડરે.
પ્રેમઝાંકળ થઇ અમ્રુતઝરણું વહે,
પ્રેમાગ્ન દિલ મધદરિયે તરે.
બખ્તર પેરી લીધુ એની પ્રિતનુ,
એનાજ વિયોગે'જ્ન્નત' હરક્ષણ મરે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment