દોસ્ત કેમ કરી જાત સંભાળું ???
સાંજ ઢળે ને આવે તું....
તારું અજવાળું થઇ ને મન ના મન ના રંગ મંચ
પ્રવેશવું....
દોસ્ત કેમ કરી જાત સંભાળું ???
જાત સાથેના ગોખેલા સંવાદ
રંગ મંચ, ખુરશી , તાળી..સ્પોટ લાઈટ..
આ બધું તારા વગર કેમ શણગારું????
દોસ્ત કેમ કરી જાત સંભાળું ???
રીયાઝ વેળાના ઉજાગરા આંખે કેમ કરી આંજું?
ઉઘડતા પડદે તેં ભજવેલા તમામ
પાત્રો ટોળે વળે...
એક જીંદગીમાં કેટલી જિંદગી તું જીવ્યો..
પ્રેક્ષાગારની ખાલી ખુરશી પર બેસી..
ઠાલાં આશ્વાસન પંપાળું...
દોસ્ત કેમ કરી જાત સંભાળું ???
- દિલીપ ઘાસવાલા
No comments:
Post a Comment