આજે આઠ વાળી ગાડીનું રિઝર્વેશન હતું,
મા ભાથું બનાવી રહી હતી.
એ ચુપચાપ રાંધણિયામાં જઈને ઉભો રહ્યો..
“અબઘડી થઈ જાહે હો ભઈલા” બોખું મોં બોલ્યું.
અને
કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા..
એ
હસીને બહાર નીકળ્યો,
ને
ઝડપભેર
હાથમાં પકડી રાખેલી
કાચની શીશીનું બુચ બંધ કરી દીધું..
જડબેસલાખ..!!
રખેને
એક પળનોય વિલંબ થાય
અને
શીશીમાં પેસી ગયેલી,
માના હાથે શેકાતા રોટલાની સુગંધ
પાછી વળી જાય..!
- રાજુલ ભાનુશાલી
No comments:
Post a Comment