સમજદારો ની સમજ જોયા કરે છે,
માણસાઈ માણસે રોયા કરે છે.
રંગ-રૂપે જાતિ જ્ઞાતિ મારુ તારું,
બે મળેલા હાથને તોડ્યા કરે છે.
એક રેખા થી બનેલી આ ધરા જ્યાં,
તોડવાને એકતા, સૌ દોડ્યા કરે છે.
ગાંધી કેરી એકતાનું સ્વપ્ન આંખે,
ખોતરી ને આંખ ને રોળ્યાં કરે છે.
કોણ જાણે ક્યાં ગયો એ માનવી જે,
દેશ ખાતર પ્રાણ જે ખોયા કરે છે.
-હાર્દ
No comments:
Post a Comment