ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, July 9, 2016

કોઈ અજીબ બંધન મને ખેંચી રહ્યુ.                                              અનાયાસે લાગણીઓને વહેચી રહ્યુ.                                    
ન કોઈ આગવું જોડાણ સંબંધો નુ.                                              તોયે નેહ નિતરતા નયનોથી ઘેરી  રહ્યું.    

ઉરના ભાવ ન કહી શકુ,ન સહી  શકુ.!                                            નિ:શબ્દતાના ઓથારે   કોઈ દેખી  રહ્યું.      

આંખોથી આંખોના દર્શન જોદુર્લભ બને  !!                             જાણેકે  હ્રદયને  શસ્ત્રથી કોઈ  છેદી રહ્યુ.

સંભળાય કોઈ મધુર ગીત ગુંજારવ.                                      તરાના બની  મારા કંઠેથી ગહેકી રહ્યું
.           
ન  સમીપ બાગ  તોયે   સુવાસ રેલાઈ.                                           અંતરની ખુશ્બુથી  સઘળું  મહેંકી રહ્યુ.              
-ધંમલ નીલા એચ. ધંમલ 'ઝીલ '

No comments:

Post a Comment