ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
કણોને જોડવા બેસું તો વરસોના વરસ લાગે.
હવે તો આભથી બોલાવીએ બે ચાર વાદળને,
રણો ફંફોસવા બેસું તો વરસોના વરસ લાગે.
વસાવ્યા એટલા માટે કાયમ તમને હ્રુદયમાં કે,
ફરીથી શોધવા બેસું તો વરસોના વરસ લાગે.
ઝડપથી થાય છે પૂજા ; વળી રહે નામ ભક્તોમાં,
હરીને કોસવા બેસું તો વરસોના વરસ લાગે.
અમે બે ચાર શબ્દોથી કરી લેશુ સરસ સ્વાગત,
ખજાનો ખોલવા બેસું તો વરસોના વરસ લાગે.
- ડૉ. મુકેશ જોશી
No comments:
Post a Comment