આભ થઇ તું આવરે એવું બને;
પ્રેમના પુષ્પો ઝરે એવું બને.
વ્યોમ ગંગાના કિનારે પ્રકટે છે;
વેદ ઋચા અવતરે એવું બને.
પ્રેમે લખ્યું જત જણાવવાનું સખી;
ચૂમીનું સરવર સરે, એવું બને.
હારની પીડા ખમે છે એ જ તો;
ઉર્ધ્વ માર્ગે સંચરે, એવું બને.
શકયતા દસ્તક દે નતમસ્તક "દિલીપ";
ધારણા ખોટી ઠરે એવું બને.
-દિલીપ વી
No comments:
Post a Comment