ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, September 28, 2016

હોઠ પર જાણે બધે પીંછું ફરે - અમિત ત્રિવેદી

હોઠ   પર   જાણે  બધે   પીંછું  ફરે
એમ   તારું   નામ   ધીરેથી     સરે

કોઈ   હરતું  ફરતું  લાગે  છે  અહીં
યાદના   દીવા   બની   એ   તરવરે

પ્રેમમાં   ડૂબી   જતો  પાગલ   હવે
પગ   તળે  ભીનાશ  લાગે  તો  ડરે

તે   પછી   અંધાર   લાગે આભમાં
એક   તારો   આંગણે  આવી  ખરે

તું    ઈશારે  વાત સમજાવે   જતી
ભીતરે રણઝણ  પછી રણકયા કરે

-  અમિત ત્રિવેદી

Thanks:  www.gujaratigazal.com

No comments:

Post a Comment