મારુ આ દિલ ગુલાબ માંગે છે,
કોણ પીવા શરાબ માંગે છે?
એમ તું આસપાસ આવે છે,
પ્રેમ જાણે હિસાબ માંગે છે.
હો ભલે રાત આપણી નોખી,
આ હ્રદય રોજ ખ્વાબ માંગે છે.
સમજવા લાગણી બધી એની,
આ નયન એક આબ માંગે છે.
ભૂલ મારી સુધારવા એતો ,
જિંદગીની કિતાબ માંગે છે.
ઓળખી જાય ના બધા જખ્મો,
લાશ મારી નકાબ માંગે છે.
યાદ 'આભાસ' દુનિયાને રહે,
લ્યો મરણ એ ખિતાબ માંગે છે.
-આભાસ
No comments:
Post a Comment