તણખલાંનો ટેકો લઈ હું સાજન ભૂલવા બેઠી સૈયર!
ઝોકું આવ્યું પરોઢિયે ત્યાં નીંદરને હડસેલી સૈયર!
એકલ પંડ્યે બહુ પીડે છે વિજોગણિયો ઓટો સૈયર!
કેમે ફોડ્યો ફૂટે નહિં આ જગજૂનો પરપોટો સૈયર!
આડા હાથે રોકું ક્યાંથી સમયરથના પઈડાં સૈયર?
મર્યને પડતાં મારાં હઈડે લાંબા લફરક ઝઈડાં સૈયર!
ઝાંખાં-પાંખાં દીવાની આ જ્યોત હિલોળાં લેતી સૈયર!
વાલા મૂઈ, નફ્ફટ, નકટી જેવી ગાળો દેતી સૈયર!
દલડિયાંને દોષ શું દેવો? એ તો ગભરું હરણું સૈયર!
દન આથમ્યે ફૂટી પડતું આંસુ નામે ઝરણું સૈયર!
-【 જોગી જસદણવાળા 】
No comments:
Post a Comment