નજારા દુરના સુંદર મજાના લાગતા જોયા
ઉદય સૂરજ થતાં સાથે ઉજાસો જાગતા જોયા.
જમાનામાં તમાશાના થતાં દંગલ નજર સામે,
બનાવો ભેદભાવો ના વિચારો જામતા જોયા.
બતાવો ક્યાં લગી જીવન ખરાબે તાણશે આખર,
થપેડે માર ખાનારા ભરોષો હારતા જોયા
પડી લાંબી.મજલ સામે હવાની તેજ ધારાઓ,
કદમ ભટકી જવાનો ડર ધરીને ચાલતા જોયા.
સમય ની ચાલ સમજીને ભરો આગળ કદમ માસૂમ,
જગત માં સાવ નૌખા વેશધારી ફાવતા જોયા.
-માસૂમ મોડાસવી
No comments:
Post a Comment