☘☘☘☘☘☘☘☘☘☘☘
હરિવર અંગત અંગત
ડૉ. ભાવેશ જેતપરિયા
હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
☘☘☘☘☘☘☘☘☘☘☘
No comments:
Post a Comment