તારી ધડકનમાં શ્વસી જાવું છે,
તારાં શ્વાસમાં ધબકી જાવું છે.
આપી દે રે'વા ખૂણો એકાદો,
તારા હૈયામાં સ્થપી જાવું છે.
કાળી રાત્રી ને ઉજળા છે શમણાં,
ઝાલે તો થોડું ભટકી જાવું છે.
વેરાની જગથી તોબા પોકારી,
છાનું માનું જો છટકી જાવું છે
ટીલા - ટપકાં કર્યા છે મેં ઝાઝા,
આંખોમાં ભર તો નજરી જાવું છે.
ઈલકાબો થી જીવન મ્હેકે,
તારી મુસ્કાને મલકી જાવું છે.
હો ઈશ મારો તો ઇબાદત મારી,
'જ્ન્નત' અર્પે તો સરકી જાવું છે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment