ક્યારેય ક્યાં અકારણ થાકી ગયા છીએ,
પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયા છીએ.
પળપળ પ્રગટતા જાય છે પ્રશ્નો નવા નવા,
શોધી સતત નિવારણ થાકી ગયા છીએ.
પીડા વિનાનાં માર્ગને પામ્યા ન ક્યાંય પણ ,
વેઠી અકળ વિસામણ થાકી ગયા છીએ.
વરસો પછીય કોઈના પગલાં થયાં નહીં,
હરપળ સજાવી આંગણા થાકી ગયા છીએ.
સુખનો પ્રદેશ દૂરનો.... દૂર જ રહી ગયો,
બેહદ કરી મથામણ થાકી ગયા છીએ.
°°°° હરજીવન દાફડા
( " આ બાજુના સૂરજ આડે " માંથી..)
No comments:
Post a Comment