ગઝલ :- નેતા સંવાદ -
લ્યો મોજ તો ક્યો.
----------------------------------------------
છંદ :- ગાલગાગા - 4
-------------------------------------------------
કાલ આપણ મેચ તો જીતી ગયા, લ્યો મોજ તો ક્યો.
આપણે તો ઘર મહીં અટકી ગયા,લ્યો મોજ તો ક્યો.
ચૂંટણીનો ફાયદો થોડો ઘણો તો થાય છે હાં ,
મારગો પર રોડ કેવા થઇ ગયા, લ્યો મોજ તો ક્યો.
નાની નાની લાંચથી કંઇ મોજ તો આવે તો નહી ના !
આખે આખી ગ્રાન્ટને ભરખી ગયા,લ્યો મોજ તો ક્યો.
બોલવાની છે મજા તો બોલવામાં વાંક શું છે?
વાયદો આપી અમે છટકી ગયા ,લ્યો મોજ તો ક્યો.
આ ઞજબની વાત છે ,નેતા થવું સ્હેલું નથી હો !
આપણે કંઇ કેટલા બગડી ગયા, લ્યો મોજ તો ક્યો.
આપણી આ જિંદગી તો જુઠ પર ચાલે 'ધમલ' હાં ,
તે છતાં આ લોક તો સમજી ગયા ,લ્યો મોજ તો ક્યો.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment