ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, November 16, 2016

અછાંદસ - હેમશીલા માહેશ્વરી "શીલ"

સમયના ગુંચવાયેલા દોરાથી
સ્વેટર ગુંથતી
એ વિત્યા જમાનાની હતી ...
ક્યારેક એ પણ ઉછળકૂદ કરતી
અલ્લડતા ને વરેલી હતી ....
હવે રસોડાના રાચ-રચીલામાં
ગોઠવાઈ ગઈ છે ....
ચલણ બહાર થયેલા સિક્કા જેવા
એના સપનાઓ
હવે પીંગી બેન્કમાંથી
ક્યારેય બહાર નહિ આવે. .જે એણે
વરસો પહેલા સાચવવા મૂક્યાહતા. ..
અરીસાની આદી એ હવે
થાળી સાફ કરતા
પોતાનો ચહેરો જોઈ લે છે ,ને બીજી ક્ષણે
ઉભરતા વિચારોને ઝટકો મારી
ભગાડી દે છે. .
એની ઈચ્છાઓનેવરાળ
ઉડાવી લઈ જાય છે ...,ને એ
સમજણની સુગંધને
રાંધવામાં પરોવાઈ જાય છે
સપનાઓ જ્યારે એના મનમાં
અણધાર્યા અતિથિ થઈને આવે છે, ને
એની આજુબાજુ બેસી જાય છે...ત્યારે
એ કુશળ કામવાળી થઈને
ભીના કપડા વડે એને ઝાટકી નાંખે છે
સાવરણીથી ફટકારે છે
ફર્શ ના પોતા થી ઘસી નાખે છે
લોટમાં ગુંદી  નાખે છે
ને આખરે ગેસના બટન જેમ
એને મરોડી ને
તપેલીમાં નાખી ચડાવી દે છે ચૂલે ..
વિત્યા જમાનામા ઘડાયેલી એ
હકીકત ની દુનિયા સ્વીકારી
સમયની ઉનને સીધી કરી
વર્તમાનનું સ્વેટર
ગુંથવા મંડી પડે છે

- હેમશીલા માહેશ્વરી "શીલ"

No comments:

Post a Comment