ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, November 15, 2016

જિંદગી પણ એક ઝંઝાવાત થી કઇ કમ નથી. - માસૂમ મોડાસવી


હોઠ પર છે ગાન કિંતૂ તાલમાં સરગમ નથી,
જિંદગી પણ એક ઝંઝાવાત થી  કઇ કમ નથી.

હર કસોટી કાળ સામે મન અગર મક્કમ રહે,
પારખ  લેતી ભલેને આ ઘડી કાયમ નથી.

વાત સાચી સાંભળીને મોં વકાસી ચાલતા,
ચોર ભાવો જીલનારી આંખ થોડી નમ નથી.

આ જગત ની ક્રુરતાની વાત  કરતા જાણજો,
ઘાવ ઊંડા દે હ્રદયના.ને છતાં મરહમ નથી.

મિત્રતાની ભાવનાની.આશ ,
રાખીને ફરે
માનવીમાં એટલી પણ લાગણી હમદમ નથી.

સર ઉઠાવી ચાલનારા સર બચાવી ચાલજે,
સાહસો ના દાવ સઘળા ખેલવાનો ગમ નથી.

હોય સામે રાહ લાંબી ને સફર ભારી છતાં,
હસરતોની હામ માસૂમ હારત્ આદમ નથી.

- માસૂમ મોડાસવી

No comments:

Post a Comment