ગઝલ
ઊગ્યો છે તો આથમવાનો,
સૂરજ બીજું શું કરવાનો ?
ગઝલોના ફંદામાં આવ્યો,
લાગે આ માણસ મરવાનો!
પોતાનો ફોટો મેલીને,
પોતાને દીવો કરવાનો.
પથ્થર પાદરનો આવીને,
આંખો વચ્ચે ખરખરવાનો.
મોત! તને સત્કારું આજે,
હું તારાથી ક્યાં ડરવાનો....
ઘેલો માનો તો ઘેલો છું,
હું તો બસ આમ જ ફરવાનો....
હૈયું તારું ચોખ્ખું કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો.
- અનિલ વાળા
No comments:
Post a Comment