મારું તો પહેલેથી એવું,
બે મીંડે હું કરતો નેવું.
જીવતર પણ તેં કેવું દીધું !
વચગાળાના જામીન જેવું !
પતંગિયાના રંગો લઈ,
હું મળવા આવું તો કેવું ?
જથ્થાબંધ ભાવે વેચું છું,
લેવું? કોઈએ આંસું લેવું ?
પ્રેમનામનું વ્યાજ કરો તો,
રોજિંદા ભરવાનું દેવું.
- જોગી જસદણવાળા
No comments:
Post a Comment