મને અંધારે ઘેલી કરી
બારણું ખોલું તો પણે ફળીયામાં ઊંઘેલું, અંધાર મુકે છે દોટ
અંધારા ઓરડામાં એકલી રહું તો મને લોકો ગણે છે સાવ ભોટ
મેં તો અંધારું ચૂમ્યું જરી
મને અંધારે ઘેલી કરી
તારા ના ચમકારે ફાળ પડે સોસરવી ,ચાંદો નીકળે ને તાપ લાગે
સૂરજ તો મારે મન પારકો પુરુષ એનું મોઢું જોયાનું પાપ લાગે
હું તો કાળપ ને મન થી વરી
મને અંધારે ઘેલી કરી
અજવાળાં બજ્વાળા માર્યા ફરે રે ભાઈ, અજવાળું કોણ, શું ,શાનું ?
અંધારું હોય ગેરહાજર એ ઘટના ને અજવાળું ગણી લો તો માનું
છે અંધારું તેજ ની ધરી
મને અંધારે ઘેલી કરી
-સ્નેહી પરમાર
No comments:
Post a Comment