ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, March 18, 2017

મારા વિચારે મૌનમાં તારું સરી જવું .... - અમૃત ઘાયલ

મારા વિચારે મૌનમાં તારું સરી જવું
ને ઊંડે ખૂબ ઊંડે પછી ઊતરી જવું

છે યાદ - કેવી રીતે ભૂલું ક્ષણ રતૂંબડી
મુજ આવવું  ને તારું સ્વેદે નીતરી જવું

મારું નીકળવું સાંજના તારી ગલી વિષે
ને હાય,  તારું  નીચું જોઈ નીસરી જવું

મારું તલપવું, રગવું, સતત ઝૂરવું અને
નજરોથી તારું મુજને સદા તરકરી જવું

મિત્રો  નથી  સહેલ  પરંતુ  કઠિન  છે
આ કાળજામાં નામ કોઈ કોતરી જવું

કયાં કષ્ટ કંઈ પડે છે ભલા એમાં કોઈને
બહું નાની-સૂની વાત છે બોલી, ફરી જવું

કે કામ લેવું  હાથમાં,  છે મોટી વાત પણ
એનાથી મોટી વાત છે - પૂરું કરી જવું

'ઘાયલ ' તરે છે દષ્ટિમાં દૃશ્યો બધાં હજી
મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસરી જવું
           
- અમૃત ઘાયલ

No comments:

Post a Comment