તેં કહ્યું જે, એ બધુંયે માનવાનું મન થયું,
વાતને થોડી વધુ વિસ્તારવાનું મન થયું.
સહુ મહેમાનો ખરેખર એટલા મોંઘા થયા,
જાતને મારી હવે સત્કારવાનું મન થયું.
મોત આંટા મારવાનું જ્યાં હજુ કરતું શરૂ,
જિંદગીને સ્હેજ પાછી માણવાનું મન થયું.
એમ થોડું ધારવાથી તો જવાબ મળ્યો નહીં,
એક આખા દાખલાને ધારવાનું મન થયું.
અર્થની કેવી અસર પડતી રહી છે જો ભલા,
શબ્દ જેવા શબ્દને પડકારવાનું મન થયું.
- ડૉ. મુકેશ જોષી
No comments:
Post a Comment