ગમતીલા ગીતોમાં હરિ નામે હેલી ભરું
પીતળિયા બેડાં લઈ ચારે કોરે ઘેલી ફરું
આંગણિયે બેસીને મીઠો તડકો મનમાં ઝીલું ,
ઓલા ગગનના ગોખથી રે ગરમાવા ની પંડે ખીલુ ,
હરિ હળવે થી .....
હરિ હળવે થી આવતા રે મલકમાં વાતો કરું ....
ગમતીલા ગીતોમાં હરિ ......
આંબાની કોયલ રે કુહૂ કુહૂ કરતી ડોલે ,
ઉનાળે ટાઢકની હૈયે મારે હેલી ખોલે ,
હરિ હળવે થી ......
હરિ હળવે થી આવીયારે અમરત-કુંભ
ચરણે ધરું
ગમતીલા ગીતોમાં હરિ ......
વીજલડી ચમકીને હૈયું જાણે ઘેલું કર્યુ ,
રૂમઝૂમતી નાચતી ગઈ ટીપે ટીપે કામણ ભર્યુ ,
હરિ હળવે થી ....
હરિ હળવે થી પામીરે ગઈ અજવાળાં હું આંખે ભરું
ગમતીલા ગીતોમાં હરિ .....
- હર્ષિદા દીપક
No comments:
Post a Comment