હોઈએ એવા જ હોવા જોઈએ,
આપણે ક્યાં આપણામાં હોઈએ.
પાનબાઈ, એ કહો અમને જરા,
કેવી રીતે મોતી અહીંયા પ્રોઈએ.
કાંઈપણ પામ્યાનું કારણ શોધીએ,
એ રીતે આખ્ખું ય જીવન ખોઈએ.
મ્હેંક આવી કઈ તરફથી આ સ્થળે,
મ્હેંકતો ગજરો મૂક્યો છે કોઈએ ?
લો,પ્રતીક્ષારત નયન છલકાય છે,
આપના ચરણોને હમણાં ધોઈએ.
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment