બે પાંદડા ડાળી ઉપર ઘેલા થયા વરસો પછી.
વાવ્યા હતાં જ્યાં બીજ તે વેલા થયા વરસો પછી.
મેં વાયુની લીધી મદદ ભાંગી નદીઓની તરસ,
ત્યારે જઈ વરસાદના રેલા થયા વરસો પછી.
નિંદર ભર્યા એ પોપચાં પર થઇ નિશાચરની લડત,
સમણાં તમસના કારણે મેલા થયા વરસો પછી.
રાધા વિરહના ફૂલ પણ ભેગા કરે આંખો મહીં,
જૂના દ્રશ્યોનાં અશ્રુઓ ચેલા થયા વરસો પછી.
દુઃખો બધા ચાખી અજીઠાં સાવ મેં આઘા કર્યા,
મમળાવતાં સુખ, સ્વાદ સૌ એલાં થયા વરસો પછી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment