'કવિ'
°°°°°°°°°
ભજને હોય પડકારો, ને કવિ માગે દાદ,
શ્રોતા કર તાળી પડે, બેઉ ખિલે આબાદ.
કવિતા નો જીવડો છું,કવિતાઓ લખાય જાય,
ના મુશાયરે તાળી પડે, ના વાહ વાહ થાય.
વોટ્સએપ જો મોકલું, ડીલીટ તૂર્ત થાય,
સામયિકો છાપે નહી, ફેસબુકે ન વંચાય.
કવિતાને ન્યાય ન મળે, દુ:ખી થયો હું બહુ,
મિત્રો સૌ રસ્તો બદલે, ને દૂર ભાગે સહુ.
'મોરપીંછ' ભેરે થયું, કવિની રાખી લાજ,
ખુશ છે કવિ અને કવિતા,કવિ ગૃપ મળ્યું આજ.
- હરસુખભાઇ સુખાનંદી
"સીતારામ"
No comments:
Post a Comment