પલક આજે હું મારા દિલથી તુજને આ દુઆ દઉં છું,
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.
રમું છું હુએ તારી સાથ તુજને ખુશ કરવાને
રહે તું ખુશ હંમેશા તને એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.
ભણે છે ધ્યાન દઈને તું અને ટીચર ની છો પ્યારી
ભણી ને તું કમાજે નામ હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.
શીખે છે નૃત્ય શાળા મા નવા રોચક તું નૃત્ય ને,
શીખીને કરજે ઊંચું નામ હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.
"પલક" તું છો અમો "નિશા" અને "રાકેશ" ના હૈયે,
મળે બઉ તુજને સૌનો પ્યાર હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.
~ રાકેશ રાઠોડ "મિત્ર"
છંદ:- લગાગાગા x 4
No comments:
Post a Comment