ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, April 30, 2015

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છ

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા રદય ને સ્પશીને,
પરંતુ આજે શ્શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો છે… મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?
– મનહર મોદી

No comments:

Post a Comment