ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, May 1, 2015

સ્વર્ણિમ ગુજરાતના દિવસે અવિનાશ વ્યાસની રચના....

ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
કે ભાષાની મીઠાશ નહિ , જાણે બોલે કાગડો- કાબર

ઉત્તરમાં પાટણની પ્રભુતા ને અંબાજી સાક્ષાત
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન
ને અમદાવાદમાં ચીપી ચીપીને .........................પવાલામાં પાણી પીશો..
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ- નાગર ---------- ગુજરાતી થઈ...

નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું ,
તું ને બદલે ટટતું નો ટ ત્યારે ..ત .. તોતડું
તપેલીને એ કહે પતેલી .....................................મારી લાખ્યા બટાકાનું હાક...
તપેલી ને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકર .............ગુજરાતી થઈ ...
અચો ...અચો ... કઈ કચ્છી બોલે ને

કાઠીયાવાડી કહે હાલો..... એ હાલો બાપા ..
ચરોતરીનું કેમ છો.. ચ્યમ છો. ગરબડ ને ગોટાળો.....હેડો લ્યા....
સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે , આ ભાષાનો રત્નાકર ...........ગુજરાતી થઈ....

-અવિનાશ વ્યાસ

No comments:

Post a Comment